બાબરા-દરેડ રોડ પર ખાખરીયા ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં ફરતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. પ્રકાશ બારૈયા, મહેશ બારૈયા અને દિપકભાઈ ચુડાસમા સૂર્યાસ્તથી સૂર્યોદય દરમિયાન કોઈ મિલકત સંબંધી કોગ્નિઝેબલ ગુનો કરવાના ઇરાદે રખડતા-ભટકતા અને શંકાસ્પદ હાલતમાં પોતાની હાજરી છુપાવવાની કોશિશ કરતા મળી આવ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય. એચ. પરમાર આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.