સીજેપી નેતા સૌરવ દાસે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમણે સરકારી એજન્સીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
સૌરવ દાસના વકીલે આજે તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી. વકીલે કોર્ટને કહ્યું કે તેમની ફ્લાઇટ કાલે સાંજે છે, તેથી કેસની સુનાવણી આજે થવી જાઈએ. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ નીતિન સાંબ્રેએ કહ્યું કે કેસની સુનાવણી કાલે થશે.
અગાઉ, સૌરવ દાસ અંગે એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હતો, જેના પગલે મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી. સૌરવ દાસની નાગરિકતા અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાની માંગ કરતી અરજી પર આ નોટિસ જારી કરવામાં આવી હતી. આનાથી પ્રશ્ન ઉભો થયોઃ શું સૌરવ દાસ નેપાળી છે?
કાંચીપુરમ જિલ્લાના એક ઉદ્યોગપતિ ગણેશ કુમાર દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને તાત્કાલિક ‘કોકરોચ જનતા પાર્ટી’ના રાષ્ટÙીય સહ-સંયોજક યોગેશ શર્મા ઉર્ફે ‘સૌરવ દાસ’ અને તેમના માતાપિતાની પૃષ્ઠભૂમિ અને અન્ય વિગતોની વિગતવાર, સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવા માટે નિર્દેશ આપવામાં આવે. અરજીમાં, ગણેશ કુમારે જણાવ્યું હતું કે દાસના કથિત નેપાળી મૂળ તપાસની જરૂર છે. જા આ વાત સાચી સાબિત થાય, તો તેમને આપણી સરકાર અને ન્યાયતંત્ર વિશે પ્રચાર કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે દાસ પર ન્યાયતંત્ર વિરુદ્ધ “અપમાનજનક ભાષા”નો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો.
અગાઉ, સમાચાર આવ્યા હતા કે દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકા સહિત અન્ય લોકો સામે એફઆઇઆર દાખલ કરી છે. આ પાછળનું કારણ પણ બહાર આવ્યું હતું. દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રંકા અને અન્ય પાર્ટી સભ્યો સામે પરવાનગી વિના જંતર-મંતર વિસ્તારમાં પ્રવેશ કરવા બદલ એફઆઇઆર દાખલ કરી હતી.








































