અમરેલી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચામાં ભાજપના સક્રિય કાર્યકર શૈલેષભાઈ સોલંકીની વરણી કરવામાં આવતા તેમને શુભેચ્છાઓ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વસરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ વાઇસ ચેરમેન દામજીભાઈ ગોલ, અમરેલી શહેર ભાજપના આભાર – નિહારીકા રવિયા પૂર્વ મહામંત્રી ભરતભાઈ મકવાણા, રાજુભાઈ ભુવા અને કેશુભાઈ દેવાણી ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ શૈલેષભાઈ સોલંકીને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા અને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવી ઉજ્જવળ રાજકીય કારકિર્દી માટે શુભકામનાઓ આપી હતી.






































