રાજુલા શહેરના ટાવર ચોક ખાતે શ્રી શિવ જ્યોતિ એકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમિકોને ટિફિન વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. રોજગારી માટે જતા શ્રમિકો પ્લાસ્ટિકની થેલીઓમાં ભોજન લઈ જતા હોવાથી તેમને સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે ભોજન લઈ જવાની સુવિધા મળે તે હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ૨૫ શ્રમિકોને ટિફિન આપવાનું આયોજન કરાયું છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય, નોટબુક વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ સહાય અને જરૂરિયાતમંદ પરિવારોને ઘરવખરીની કીટનું વિતરણ સહિતની સેવાઓ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.