અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ખેડૂતોએ વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કિસાન સભાની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં પાણી, પાક નુકસાની અને દેવા માફીની માંગ ઉઠાવવામાં આવી હતી.રેલીમાં જાડાયેલા ખેડૂતોએ પીવાના અને સિંચાઈના પાણીની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખેડૂતોએ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ પણ કર્યા હતા. પાણીની અછતને કારણે ખેતી અને રોજિંદા જીવન પર અસર પડી રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
ખેડૂતોએ અરવલ્લી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત ખેડૂતોના દેવા માફી અને પાક નુકસાનીના વળતરની માંગ પણ કરવામાં આવી હતી.રેલી બાદ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી પોતાની રજૂઆતો કરી હતી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જા માંગ નહીં સંતોષાય તો પશુઓ સાથે ધરણાં કરવામાં આવશે. સુત્રો મુજબ, જ્યાં સુધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોએ જાહેરાત કરી છે.ગુજરાત સમાચાર









































