અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિ વધુ મજબૂત બનાવવા પોલીસ બેડામાં મોટાપાયે આંતરિક ફેરબદલ કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા એકસાથે ૩૮ પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં શહેરના ૩૦ જેટલા મહત્વના પોલીસ સ્ટેશનો અને વિવિધ બ્રાન્ચના અધિકારીઓનો સમાવેશ થાય છે.
શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ આ બદલીઓમાં શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા પોલીસ સ્ટેશનો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), સાયબર ક્રાઈમ અને ઇઓડબ્લ્યુ(ઇકોનોમિક ઓફેન્સ વિંગ) જેવી મહત્વની શાખાઓના અધિકારીઓની જવાબદારીમાં ફેરફાર કરાયો છે.શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ નીચે મુજબના મુખ્ય અધિકારીઓની બદલી કરવામાં આવી છે..
વી.એચ. જાશીઃ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનથી બદલી કરીને ર્જીંય્ (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)માં નિમણૂક અપાઈ છે.
ડી.બી. બસિયાઃ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાંથી બદલી કરીને કાલુપુર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે.
બી.પી. સાવલીયાઃ ખોખરા પોલીસ સ્ટેશનથી બદલી કરીને સાયબર ક્રાઈમ સેલમાં મૂકવામાં આવ્યા છે.
સેવક કોટડીયાઃ નરોડા પોલીસ સ્ટેશનથી બદલી કરીને ખોખરા પોલીસ સ્ટેશનનો હવાલો સોંપાયો છે.
જે.કે. રાઠોડઃએસસીએસટી સેલમાંથી બદલી કરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે નિયુક્ત કરાયા છે.
એચ.આર. વાઘેલાઃ કાલુપુર પોલીસ સ્ટેશનથી બદલી કરીને ઈર્ંઉ માં મૂકવામાં આવ્યા છે.
આર.જી. સિંધુઃઇઓડબ્લ્યુમાંથી બદલી કરીને ક્રાઈમ બ્રાન્ચમાં નિમણૂક કરવામાં આવી છે.
કે.કે. ડિંડોરઃ ક્રાઈમ બ્રાન્ચમાંથી બદલી કરીને ઇઓડબ્લ્યુમાં જવાબદારી સોંપવામાં આવી છે.