રાજકોટ શહેરમાં ૨૭ નવેમ્બરની સવારે માત્ર ત્રણ કલાકના સમયગાળામાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. બહુમાળી ભવનમાં ૬૦ વર્ષીય મહિલા કર્મચારી, એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં ૮૩ વર્ષીય વૃદ્ધ અને જંક્શન પ્લોટ વિસ્તારમાં એક યુવકનું મોત થયું છે. ત્રણેય બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના બહુમાળી ભવનમાં આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરીમાં ફરજ બજાવતાં ૬૦ વર્ષીય મહિલા પ્યૂન પ્રભાબેન સરવૈયાનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. હાલ તેમના મોત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી અને પોલીસે તપાસ શરૂ કરી છે.રાજકોટના એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં ૮૩ વર્ષીય કાંતિલાલ રામાણીનું મોત થયું છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા. તેઓ નિવૃત્ત જીવન જીવતા હતા અને પરિવારમાં એક દીકરો તથા એક દીકરી છે. દીકરો રાજકોટમાં રહે છે, જ્યારે દીકરી અમદાવાદમાં રહે છે. તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલા જય એપાર્ટમેન્ટમાં દિલીપ રાઠોડ નામના યુવકનું મોત થયું છે. આ ઘટના સવારે આશરે ૮થી ૮ઃ૩૦ વાગ્યાની વચ્ચે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, યુવક એક યુવતીના ફ્લેટ પર હાજર હતો. આ દરમિયાન યુવતીનાં માતા-પિતા ત્યાં પહોંચ્યા હતા. બનાવની ચોક્કસ પરિસ્થિતિ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.મૃતક દિલીપ રાઠોડ ખાનગી હોÂસ્પટલમાં નોકરી કરતો હતો. પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રણેય બનાવોને લઈને પોલીસ તપાસ ચાલુ છે.