ધારી તાલુકાના ધારગણી ગામે ભાજપના કાર્યકરો દ્વારા ‘હાલો ભેરુ ગામડે’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે બેઠક કરી તેમની સમસ્યાઓ, જરૂરિયાતો અને સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ખાસ કરીને રસ્તા, પાણી, વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ અંગે ગ્રામજનો પાસેથી વિગતો મેળવી હતી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપના જણાવ્યા મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠનને મજબૂત બનાવવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાના હેતુથી આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. ગ્રામજનો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી તેમના પ્રશ્નો સમજવા યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.