મેક્સિકન રાજ્ય સિનાલોઆમાં સુરક્ષા દળોએ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે અને કુખ્યાત ડ્રગ કાર્ટેલ લીડર, ફૌસ્ટો ઇસિડ્રો મેઝા-ફ્લોરેસ, જેને ‘એલ ચાપો ઇસિડ્રો’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ધરપકડ કરી છે. શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં સાત કથિત કાર્ટેલ સભ્યો અને ચાર મેક્સીકન સૈનિકો માર્યા ગયા. આ હિંસક કાર્યવાહી બાદ, સમગ્ર ગુઆસાવે શહેરમાં ગભરાટ ફેલાઈ ગયો. શેરીઓમાં સળગતા ટ્રકો, ગોળીબાર અને આકાશમાં ઉડતા લશ્કરી હેલિકોપ્ટરોને કારણે લોકોને તેમના ઘરો અને દુકાનોમાં છુપાઈ જવાની ફરજ પડી.
મેક્સીકન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે ધરપકડ બાદ એલ ચાપો ઇસિડ્રોને લશ્કરી વિમાન દ્વારા રાજધાની મેક્સિકો સિટી લઈ જવામાં આવ્યો હતો. તે એફબીઆઈની ૧૦ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં હતો. યુએસએ તેને પકડવા માટે માહિતી આપનાર માટે ઇં૫ મિલિયન (આશરે ?૪૨ કરોડ) નું ઇનામ ઓફર કર્યું હતું. દરમિયાન, નાઇજીરીયામાં બોટ પલટી જવાથી ઓછામાં ઓછા ૨૪ લોકો મૃત્યુ પામ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે ૭ઃ૦૦ વાગ્યાની આસપાસ ગુઆસાવે શહેરમાં ગોળીબાર થયો. ત્યારબાદ લશ્કરી હેલિકોપ્ટર અને ડ્રોન ઉપર ફરવા લાગ્યા. શહેરના ઘણા વિસ્તારોમાં ગોળીબાર ફાટી નીકળ્યો, અને શંકાસ્પદ કાર્ટેલ સભ્યોએ વાહનોને આગ ચાંપી દીધી. સ્થાનિક પત્રકાર અલ્મા કામાચોના જણાવ્યા અનુસાર, હિંસા ફક્ત એક જ વિસ્તારમાં મર્યાદિત ન હતી, પરંતુ સમગ્ર શહેરમાં ફેલાઈ ગઈ હતી. અસંખ્ય દુકાનો, કાર અને ટ્રકોને આગ ચાંપી દેવામાં આવી હતી. કેટલાક વીડિયોમાં બેઝબોલ મેચ દરમિયાન ગોળીબાર સાંભળીને લોકો સલામતી માટે ભાગી રહ્યા હતા.
ગુપ્ત માહિતીના આધારે, મેઝા ફ્લોરેસ જ્યાં હાજર હતા તે ઇમારતને ઘેરી લીધી હતી. દરમિયાન, શંકાસ્પદ કાર્ટેલ સભ્યોએ સુરક્ષા દળો પર હથિયારો અને વિસ્ફોટકોથી હુમલો કર્યો. બદલો લેવાના ગોળીબાર બાદ, સૈનિકોએ એક ઘરમાં પ્રવેશ કર્યો અને તેની ધરપકડ કરી. આ કાર્યવાહીમાં કુલ આઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
એક ફેડરલ અધિકારીના જણાવ્યા અનુસાર, કાર્ટેલ સભ્યોએ શહેરમાં ઓછામાં ઓછા ૧૦ સ્થળોએ સળગતા વાહનો સાથે રસ્તાઓ બ્લોક કર્યા હતા. પરિસ્થિતિ એટલી તંગ હતી કે સેના અને નેશનલ ગાર્ડની ખાસ ટીમોને શહેરમાંથી શંકાસ્પદ વ્યક્તિને દૂર કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો. આખરે શનિવારે સવારે ૪ વાગ્યાની આસપાસ તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો.
સ્થાનિક ફાયર ફાઇટર પાઓલા સાંચેઝે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે ગોળીબાર વચ્ચે હજારો લોકો દુકાનો અને અન્ય સલામત સ્થળોએ છુપાયા હતા. અÂગ્નશામકોને પણ તેમના સ્ટેશનમાં આશરો લેવો પડ્યો અને પરિÂસ્થતિ સામાન્ય થાય ત્યાં સુધી શનિવાર સવાર સુધી રાહ જાવી પડી. ફોસ્ટો ઇસિડ્રો મેઝા-ફ્લોરેસે ગુનાહિત દુનિયામાં ઝડપથી પોતાનો પ્રભાવ વધાર્યો. તે બેલ્ટ્રાન લેવા કાર્ટેલનો વડા બન્યો અને બાદમાં તેણે પોતાનું ગુનાહિત સંગઠન બનાવ્યું, જે મેઝા-ફ્લોરેસ ટ્રાન્સનેશનલ ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે.યુએસ એજન્સીઓ અનુસાર, તે ડ્રગ હેરફેર અને ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ યુએસમાં વોન્ટેડ હતો. તે સિનાલોઆ કાર્ટેલના “લોસ માયોસ” જૂથનો પણ મુખ્ય સહયોગી હતો, જેને યુએસ વહીવટીતંત્રે આ જૂથને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યું છે.







































