અમરેલી જિલ્લામાં દેશી દારૂના વેચાણ અને હેરફેર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં તા. ૨૧/૧૧/૨૦૨૬ ના રોજ અલગ-અલગ બે સ્થળેથી દેશી દારૂ સાથે બે આરોપીઓ ઝડપાયા છે. પ્રથમ બનાવમાં, પીપાવાવ મરીન પોલીસે ચાંચ ગામના ગેટ પાસેથી વાકડુ વિસ્તારના રમેશભાઇ બાબુભાઇ બારૈયા (ઉં.વ. ૪૦) ને ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) સાથે ઝડપી પાડ્યા હતા.બીજા બનાવમાં, સાવરકુંડલા ટાઉન પોલીસે ગીરધરવાવ લીલાપીરની ધાર પાસેથી નુરઝાબેન તાજુભાઇ સુલતાનભાઇ લાડક (ઉં.વ. ૩૬) ને ૮ લિટર દેશી દારૂ તથા કેન સહિત કુલ રૂ. ૧,૬૧૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી બંને સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે.




































