અમરેલી આઇ.ટી.આઇ. ખાતે દીક્ષાંત સમારોહ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ, આઇ.ટી.આઇ.ના પ્રિન્સિપાલ ડો. ભટ્ટ, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઈ મહેતા તેમજ એસ.એચ.વી. એનર્જી કંપની તરફથી અન્સારી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમથી તાલીમાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર થયો હતો.