કુકાવાવ તાલુકાના નવા વાઘણીયા ગામના જડેશ્વર મહાદેવ મંદિરે ૨૧ નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનું આયોજન મહંત શ્રી ૧૦૮ સુખરામદાસ બાપુ તેમજ કમલદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. તુલસી માતાજીના યજમાન નીતાબેન-કૌશિકભાઇ કવૈયા (જસદણ) તેમજ બીજા તુલસી માતાજીના યજમાન ગીતાબેન તેમજ રાજેશભાઈ ઠુમર (કોલડા) અને ભગવાન શાલીગ્રામના યજમાન (નવા વાઘણીયા)ના રાજીબેન-રવજીભાઈ સાનિયા અને અમદાવાદથી ઇલાબેન રાજેશભાઈ ડોડીયા હતા. આ અવસરે બ્લડ ડોનેશન કેમ્પ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તુલસી વિવાહમાં પરમ પૂજ્ય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રોકડીયા બાપુ તેમજ રામાયણી મહંત શ્રી નિર્મોહી દાસજી તેમજ રાજકીય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો.





































