ધારીના દુધાળા ગામ પાસે ફોર-વ્હીલની ટક્કરથી પુરુષનું મોત થયું હતું. બનાવ અંગે ગીર સોમનાથના ટીંબરવા ગામના ધર્મેશભાઈ રામજીભાઈ બારૈયા (ઉં.વ.૧૯)એ અજાણ્યા ફોર-વ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ મૃતક પોતાની મોટરસાયકલ લઈને ધારી ખાતેથી દુકાનનો સામાન લેવા જતા હતા, ત્યારે દુધાળા ગામ પાસે આવેલી મધુવન હોટલ નજીક પહોંચતા સામેથી આવતા ફોર-વ્હીલ ચાલકે ટક્કર મારી હતી. ગંભીર ઈજા થવાથી તેમનું મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એચ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.









































