ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ ‘મહાદેવ ઓનલાઇન બુક એપ’ કેસમાં સીબીઆઇએ ગુજરાત સહિત ૬ રાજ્યોમાં મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સીબીઆઇએ ૩૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી પ્લેટફોર્મના મુખ્ય પ્રમોટરોમાંના એક અને આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવ્યા બાદ તેની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સીબીઆઇની તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ સટ્ટાબાજીની સક્રિય પેનલ્સ કાર્યરત મળી આવી હતી. આ પેનલ્સને બંધ કરાવવામાં આવી છે. દરોડા દરમિયાન મોબાઇલ ફોન, અન્ય ડિજિટલ ઉપકરણો અને મહ¥વના દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અન્ય વ્યÂક્તઓના નામે ખોલાવેલા અથવા ભાડે લીધેલા બેંક ખાતાં એટલે કે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ અને હવાલા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. સટ્ટાબાજી દ્વારા એકત્ર કરાયેલા નાણાંની હેરફેર માટે આ વ્યવસ્થાનો ઉપયોગ થતો હોવાની આશંકા છે.સીબીઆઇએ સૌરભ ચંદ્રાકરને ૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ઓમાનથી ભારત લાવ્યો હતો. ત્યારબાદ તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. રાયપુરની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે તેને ૮ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો.પૂછપરછ દરમિયાન મહાદેવ એપનું સંચાલન કેવી રીતે થતું હતું અને ભારતમાં તેના પેનલ ઓપરેટરોનું નેટવર્ક કેવી રીતે ફેલાયેલું હતું તે અંગે માહિતી મેળવવામાં આવી હતી. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓ પણ સૌરભને બતાવવામાં આવ્યા હતા. પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં ૧૨ નવેમ્બરે તેને રાયપુરની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે તેને ૧૯ નવેમ્બર, ૨૦૨૬ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
સીબીઆઇના જણાવ્યા મુજબ, છત્તીસગઢ સરકાર પાસેથી કેસ મળ્યા બાદ મહાદેવ ઓનલાઇન બુક એપ મામલે બે હ્લૈંઇ નોંધવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ પ્લેટફોર્મનું મુખ્ય સંચાલન વિદેશમાં આવેલી હેડ ઓફિસમાંથી થતું હતું, જ્યારે ભારતમાં પેનલ ઓપરેટરોનું મોટું નેટવર્ક કાર્યરત હતું.આ ઓપરેટરો ગ્રાહકોની આઇડી સંભાળતા હતા અને સટ્ટાબાજી માટે નાણાં એકત્ર કરતા હતા. આ નાણાં અન્ય વ્યÂક્તઓના નામે ખોલાવેલા અથવા ભાડે લીધેલા બેંક ખાતાંમાં જમા કરાવવામાં આવતા હતા. ત્યારબાદ હવાલા મારફતે નફાની રકમ વિદેશ મોકલવામાં આવતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.સીબીઆઇ હવે આ કેસમાં અન્ય આરોપીઓ, વિદેશમાં રહેતા લોકો અને સમગ્ર નેટવર્કને મદદ કરનારા વ્યÂક્તઓની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત, આ કામગીરીમાં કોઈ સરકારી કર્મચારી સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ફરાર આરોપીઓને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
સીબીઆઇએ લોકોને ઓનલાઇન સટ્ટાબાજી અને જુગારથી દૂર રહેવાની ચેતવણી આપી છે. પોતાની બેંક ખાતાની વિગતો, સિમ કાર્ડ અથવા ઓળખના દસ્તાવેજા અન્ય વ્યક્તિને ઉપયોગ માટે આપવા કે ભાડે આપવાથી કાયદાકીય મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ ખાતાધારક સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આપવામાં આવેલી માહિતી મુજબ, સૌરભ ચંદ્રાકરે વર્ષ ૨૦૧૭માં રવિ ઉપ્પલ સાથે મળીને ઓનલાઇન સટ્ટાબાજી માટે વેબસાઇટ શરૂ કરી હતી. શરૂઆતમાં આ વેબસાઇટ પર ઓછા યુઝર્સ હતા અને કમાણી પણ મર્યાદિત હતી. વર્ષ ૨૦૧૯માં સૌરભ નોકરી માટે દુબઈ ગયો હતો. થોડા સમય બાદ તેણે રવિ ઉપ્પલને પણ દુબઈ બોલાવ્યો હતો.








































