વડીયા તાલુકાના નાજાપુર ગામે પરિણીતાએ ઝેરી પ્રવાહી પી આપઘાત કર્યા બાદ પતિ, સાસુ અને જેઠ સામે ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, નાની કુંકાવાવના ફરિયાદી નાથાભાઇ મેઘાભાઇ જાદવ (ઉં.વ. ૬૨) ની દીકરી કૈલાસબેનના ૧૯ વર્ષ પહેલાં નાજાપુરના મુકેશભાઇ દાનાભાઇ દાફડા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ મુકેશભાઇ, સાસુ ચંપાબેન અને જેઠ રમેશભાઇ અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવા છતાં સંસાર ટકાવવા તે સહન કરતી હતી. ઝઘડો કરી માર મારવા સહિતના ત્રાસથી મરવા મજબૂર કરતા તા. ૨૦/૧૧/૨૦૨૬ ના સાંજે આશરે છ વાગ્યે કૈલાસબેને સાસરે ઝેરી પ્રવાહી પી લેતાં મોત નીપજ્યું હતું. આ મામલે વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.






































