અમરેલીના કેરિયા્‌નાગસ ગામે લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા મુદ્દે માથાકૂટ થઈ હતી. આ અંગે અમરેલીના રાજેશભાઈ વશરામભાઈ ચૌહાણ (ઉં.વ.૫૯)એ રાજુભાઈ ભાનુભાઈ વાઘેલા, કૌશિકભાઈ ડાયાભાઈ વાઘેલા, રાજુભાઈ બચુભાઈ વેગડ તથા ભાનુભાઈ પુંજાભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલુ છે. ફરિયાદીને પણ ગામમાં ઢોલ વગાડવાનો હક હોવાથી, તે વાતનું મનદુઃખ રાખીને આરોપીઓએ તેઓ જ્યારે કેરિયા નાગસ ગામે ગયા ત્યારે ગાળો આપી, શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. જે. ગોંડલિયા વધુ તપાસ કરી રહ્યા છે.