અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આરોગ્ય વિભાગના સંકલનથી લીલીયા તાલુકાના ગોઢાવદર ગામની સરકારી આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં PC & PNDT કાયદાની જોગવાઈઓ, ગર્ભમાં લિંગ પરીક્ષણના ગુના અને તેની સજાની માહિતી અપાઈ હતી. ડા. નેહા પીપલીયાએ દીકરા-દીકરી વચ્ચેનો ભેદભાવ દૂર કરવા માર્ગદર્શન આપ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓને મળતી સહાય તેમજ વ્હાલી દીકરી અને ગંગા સ્વરૂપા યોજનાની જાણકારી આપવામાં આવી હતી. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય કોગથીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.