લાઠી તાલુકાના દામનગર નજીક સુવાગઢથી જલાલપુર તરફ જવાના કાચા રસ્તે આવેલ વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી પાડ્યા છે.મળતી વિગતો મુજબ, દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ચારોલા સહિતના સ્ટાફે ગત તા. ૨૦/૧૧/૨૦૨૬ ના રોજ વહેલી સવારે ૨ઃ૪૫ વાગ્યે વાડીની ઓરડી પાછળ લેમ્પના અંજવાળે તીનપત્તીનો જુગાર રમતા ભોળાભાઈ કમેજાળીયા, રાજેન્દ્ર ઉર્ફે જયુ સિંધવ, સુરેશભાઈ જાગાણી, નયનભાઈ મેર, ભરતભાઈ મેર, જયેશભાઈ વાણીયા તથા વિશાલભાઈ ઉર્ફે ભાણભાઈ રાવને ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૬૩,૫૬૦/- તથા ગંજીપત્તા કબજે કરી તમામ સાતેય આરોપીઓ વિરુદ્ધ દામનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.





































