બાબરા નગરપાલિકાના સફાઈ કામદારે પગાર ન થતાં ફિનાઈલ પીધું હતું. આ અંગે વિનોદભાઈ રમેશભાઈ વાળોદરા (ઉ.વ.૩૯)એ તેઓ તથા તેના પરિવારના ત્રણ સભ્યોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર થયો નહોતો.સાધારણ સભાની મીટિંગમાં તેઓ, તેમના પિતાએ પગાર બાબતે રજૂઆત કરી હતી. પરંતુ ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખે થોડા દિવસ રાહ જોવા જણાવ્યું હતું. તેના પિતાએ કહ્યુ કે, અમારે ઘર કેમ ચલાવવા, અમારે મરવાનો વારો આવશે તેમ કહી તેના પિતા ફિનાઈલ પીવા જતાં તેના હાથમાંથી ફિનાઈલની બોટલ લઈ પોતાની મેળે થોડું પી લેતા સારવારમાં દાખલ કર્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે એસ ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.






































