અમરેલી એસ.ટી. વિભાગ દ્વારા લીલી પરિક્રમા- દરમિયાન શ્રધ્ધાળુઓની સુવિધા માટે વિશેષ એક્સ્ટ્રા બસ સંચાલન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૦/૧૧/૨૦૨૬ થી ૨૫/૧૧/૨૦૨૬ સુધીના સંચાલનના આંકડા મુજબ, અમરેલી એસ.ટી. વિભાગની બસોએ કુલ ૩૫૨ ટ્રીપ દ્વારા ૪૧,૮૬૨ કિલોમીટરનું અંતર કાપીને ૨૦,૫૨૦ મુસાફરોને સુરક્ષિત પરિવહન પૂરું પાડ્યું છે. આ કામગીરીથી નિગમને કુલ રૂ. ૧૬,૨૧,૬૨૨ ની આવક થઈ હતી. ડેપો વાર કામગીરી જોઈએ તો, ધારી ડેપોએ સૌથી વધુ ૧૧૩ ટ્રીપમાં ૧૨,૩૯૧ કિ.મી. સંચાલન કરી રૂ. ૪,૬૫,૮૮૪ ની આવક અને ૭,૬૧૯ મુસાફરોને લાભ આપ્યો છે. બગસરા ડેપોએ ૮૦ ટ્રીપમાં રૂ. ૨,૫૪,૯૬૮ ની આવક સાથે ૩,૯૬૮ મુસાફરોને, જ્યારે ઉના ડેપોએ ૪૩ ટ્રીપમાં રૂ. ૨,૫૩,૮૦૧ ની આવક સાથે ૨,૧૫૪ મુસાફરોને સેવા આપી છે. આ ઉપરાંત અમરેલી (૫૦ ટ્રીપ, રૂ. ૨,૧૧,૧૬૧ આવક, ૨,૬૫૦ મુસાફરો), કોડીનાર (૩૪ ટ્રીપ, રૂ. ૨,૨૭,૫૬૩ આવક, ૧,૯૨૯ મુસાફરો), સાવરકુંડલા (૧૮ ટ્રીપ, રૂ. ૧,૦૫,૧૧૫ આવક, ૧,૨૭૬ મુસાફરો) અને રાજુલા (૧૪ ટ્રીપ, રૂ. ૧,૦૩,૧૩૦ આવક, ૯૨૪ મુસાફરો) ડેપોએ પણ કામગીરી કરી છે.





































