સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ સ્થિત લોકવિદ્યા મંદિર હાઈસ્કૂલ ખાતે ‘વંદે માતરમ્‌ યુવા ઉદ્ઘોષ અભિયાન’ અંતર્ગત દેશભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ એકસૂરે પૂર્ણ ‘વંદે માતરમ્’નું ભાવપૂર્ણ ગાન કરી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઈ ગૌદાણી, લાલભાઈ મોર, તાલુકા પંચાયત સદસ્ય શૈલેષભાઈ બરવાળીયા, સરપંચ વિપુલભાઈ બરવાળિયા અને સંજયભાઈ બરવાળિયા સહિતના વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.