અમરેલી જિલ્લામાં ધીમા પગલે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજુલામાં રાત્રે બંધ દુકાનોના તાળાં ફંફોળતો યુવક ઝડપાયો હતો. આગરીયા જકાત નાકા પાસેથી અયુબ ઉર્ફે મસ્તાન રજાકભાઇ ચોકીયા (ઉં.વ.૨૬) રાત્રિના અંધારામાં કોઈ મિલકત વિરુધ્ધનો ગુનો કરવાના ઈરાદે રખડતો-ભટકતો અને લપાતો-છુપાતો બંધ દુકાનોના તાળાં ફંફોળતો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેમજ પોતાની હાજરી અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































