દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત ચાલુ છે. દિલ્હીમાં મતદાર યાદીના ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)માં કેજરીવાલ અને તેમના પરિવારના પાંચ સભ્યોને નોટિસ જારી કરવામાં આવી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા જારી કરાયેલી નોટિસમાં કેજરીવાલ, તેમની પત્ની સુનિતા કેજરીવાલ, પુત્ર પુલકિત કેજરીવાલ અને માતા-પિતા ગોવિંદ રામ કેજરીવાલ અને ગીતા દેવીનો સમાવેશ થાય છે.આ બધી નોટિસ ‘અનમેપ્ડ વિથ લાસ્ટ એસઆઇઆર’ શ્રેણી હેઠળ જારી કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે સંબંધિત મતદારોની વિગતો અગાઉની એસઆઇઆર મતદાર યાદીમાં મેપ કરી શકાઈ નથી. જ્યારે ડિજિટલ મેપિંગ દરમિયાન તાર્કિક વિસંગતતાઓ મળી આવી, ત્યારે ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું અને સ્પષ્ટપણે કહ્યું કે દસ્તાવેજા વિના કંઈ કરી શકાશે નહીં. હવે, સ્વાભાવિક રીતે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું અરવિંદ કેજરીવાલનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે?
હકીકતમાં, દિલ્હીમાં મતદાર યાદીના ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સવ રિવિઝન હેઠળ ૩૧ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ ૯૭,૫૩,૫૭૭ મતદારો નોંધાયેલા હતા. આમાં ૪૯,૮૮,૯૯૩ પુરુષો, ૪૭,૬૪,૧૩૭ મહિલાઓ અને ૪૪૭ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. બૂથ-લેવલ અધિકારીઓ દ્વારા ડોર-ટુ-ડોર ચકાસણી બાદ, કુલ ૪૭,૫૬,૭૨૨ મતદારોને એએસડીડીયુ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આમાંથી, ૪૩,૩૨,૭૭૫ કાયમી રીતે સ્થળાંતરિત અથવા ગેરહાજર, ૨,૮૨,૪૧૨ મૃત અને ૧,૪૧,૫૩૫ નોંધાયેલા મતદારો અથવા ડુપ્લીકેટ મતદારો મળી આવ્યા હતા.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જે મતદારોને અગાઉની યાદી સાથે મેચ કરી શકાઈ નથી અથવા જેમના લિંકિંગમાં તાર્કિક વિસંગતતાઓ જાવા મળી છે તેમને નોટિસ જારી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં કુલ ૩૧,૬૩,૯૩૦ નોટિસ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી રહી છે, આ નોટિસોની પ્રક્રિયા ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારના નામ નોટિસ યાદીમાં દેખાયા હતા.ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ લાયક નાગરિક આ યાદીમાંથી બાકાત ન રહે. જે મતદારોના નામ મતદાર યાદીમાં તાર્કિક વિસંગતતાઓ જાવા મળી છે તેમને નોટિસ જારી કરવામાં આવી છે. જા કોઈ લાયક નાગરિકનું નામ યાદીમાંથી ગાયબ હોય, તો તેઓ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ૬ દ્વારા દાવો રજૂ કરી શકે છે. આ હેતુ માટે ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. અંતિમ મતદાર યાદી ૪ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.








































