હુમાયુ કબીરના નેતૃત્વ હેઠળના આમ જનતા ઉન્નય પાર્ટીના રાજ્ય સચિવની પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં મોટી માત્રામાં નકલી ચલણ અને ગેરકાયદેસર હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ૬ ઓક્ટોબરના રોજ યોજાનારી રેજીનગર વિધાનસભા પેટાચૂંટણીના થોડા દિવસો પહેલા બની છે. આ ચૂંટણીમાં, આમ જનતા ઉન્નય પાર્ટીએ તેના વડા હુમાયુ કબીરના પુત્ર ગુલામ નબી આઝાદને મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણીમાં બંને બેઠકો જીતીને હુમાયુ કબીરે નવાદા બેઠક જાળવી રાખવા માટે રાજનગર બેઠક ખાલી કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે મુર્શિદાબાદ જિલ્લાના હરિહરપરામાં પોલીસ ચોકી પર વાહન તપાસ દરમિયાન આશિક ઇકબાલની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઇકબાલ સાથે મુસાફરી કરી રહેલા અન્ય એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગરીનામા વિસ્તાર નજીક એક જીંફ રોકવામાં આવી હતી અને તપાસમાં ૧૦૮ નકલી ૫૦૦ ની નોટો, બે હથિયારો અને ચાર કારતૂસ મળી આવ્યા હતા.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ નિયમિત ચેકિંગ કામગીરી દરમિયાન કરવામાં આવી હતી, અને નકલી નોટો અને હથિયારોના †ોત તેમજ તેમના હેતુસર ઉપયોગની તપાસ કરવામાં આવી રહી છે. તપાસકર્તાઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું નકલી નોટોનો ઉપયોગ ચૂંટણી દરમિયાન કરવાનો હતો અને શું આરોપીઓ અગાઉ નકલી નોટોના ચલણ અથવા ઉપયોગમાં સામેલ હતા.
બીજી તરફ, રાજનગર પેટાચૂંટણી પહેલા હુમાયુ કબીર પોતે મુશ્કેલીમાં મુકાયા છે. તેમને ૨૧ સપ્ટેમ્બરે બહેરામપુર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. સૂત્રો સૂચવે છે કે ચૂંટણી દરમિયાન હિંસા ભડકાવવાના કથિત કાવતરાના ઓડિયો રેકો‹ડગના સંદર્ભમાં તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા. શનિવારે, બહેરામપુર પોલીસ સ્ટેશનની પોલીસે તેમના શક્તીપુર નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેમને નોટિસ પાઠવી હતી.
એવું જાણવા મળ્યું છે કે થોડા દિવસો પહેલા, બે લોકો વચ્ચેની વાતચીતનું ઓડિયો રેકો‹ડગ સામે આવ્યું હતું, જેમાં મુર્શિદાબાદમાં નિર્માણાધીન બાબરી મસ્જિદ પર ભાજપનો ધ્વજ ફરકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. એવો આરોપ છે કે વાતચીતમાં હુમાયુ કબીરનો અવાજ હતો. પોલીસે આ મામલાની તપાસ શરૂ કર્યા પછી, તેઓએ એક વ્યક્તિની ધરપકડ કરી. હુમાયુ કબીરને હવે તે જ તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.