સાવરકુંડલાના થોરડી ગામના યુવક સામે સગીરાની છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે સગીરાની માતાએ અયાન રસુલભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની સગીર દીકરીનો છેલ્લા બે વર્ષથી પીછો કરી હેરાન-પરેશાન કરતો હતો. ઉપરાંત તેમના ઘરે આવી તેમની દીકરીને ખરાબ ઈશારા કરી છેડતી કરી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એલ. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.