લાઠીના અકાળા ગામે રહેતી એક મહિલા બેંકમાંથી પૈસા ઉપાડવાનું કહીને પુત્ર સાથે નીકળ્યા બાદ લાપતા બની હતી. ઘણો સમય થવા છતાં મહિલા ઘરે પરત ન ફરતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી. આ અંગે કાળુભાઇ ભગવાનભાઇ જીજવાડીયા (ઉ.વ.૩૫)એ પોલીસને આપેલી માહિતી મુજબ તેમના પત્ની ભાનુબેન (ઉ.વ.૨૯) બેંકમાંથી પૈસા ઉપાડવાનું કહીને દીકરાને સાથે લઇને ઘરેથી નીકળ્યા હતા અને ઘરે પરત ફર્યા નહોતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી.ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.