દામનગરના ઠાસા રોડ ઉપર બેઠા નાળાની જગ્યાએ અંદાજે રૂ. અઢી કરોડના ખર્ચે બનાવેલા નવા પુલ ઉપર આર.સી.સી. રોડ બનાવવામાં આવ્યો છે. પુલ પરથી વાહનચાલકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવી લેતા હોવાથી અકસ્માત થવાની સંભાવના વધી છે. જેથી પુલની બંને બાજુ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વાહનોની ઝડપ નિયંત્રિત કરવા તંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.






































