પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ‘સ્માર્ટ રેશન કાર્ડ યોજના’ શરૂ કરી. આ યોજના દ્વારા, ૧૦ લાખ લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા લાભ મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકારે ખાતરી કરી છે કે ફક્ત જરૂરિયાતમંદોને જ તેમના હક મળે. મુખ્યમંત્રી ભગવંત માન, પાર્ટીના રાષ્ટÙીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે, સ્ટેજ પરથી લાભાર્થીઓને ‘મેરી રસોઈ’ કીટનું વિતરણ કર્યું. આ કીટમાં કઠોળ, ખાંડ, મીઠું, હળદર અને સરસવનું તેલ શામેલ હતું. તેમણે ખાતરી પણ આપી હતી કે ઇ કેવાયસી પૂર્ણ કર્યા પછી, દરેક સભ્યને દર મહિને ૫ કિલો મફત ઘઉં મળશે.
આ પ્રસંગે, મુખ્યમંત્રી માનએ કહ્યું, “અમારી સરકારે સૌથી વધુ જરૂરિયાતમંદ પરિવારોને ૧૦ લાખ નવા રેશનકાર્ડનું વિતરણ કરવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ, પારદર્શક અને ન્યાયી પ્રણાલી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે, જેથી વાસ્તવિક લાભાર્થીઓને કોઈપણ ભેદભાવ કે રાજકીય હસ્તક્ષેપ વિના તેમના હક મળે.”
મુખ્યમંત્રીએ માહિતી આપી કે જુલાઈમાં શરૂ કરાયેલા આ ખાસ ઝુંબેશ દરમિયાન ૧૯.૨૫ લાખ ઓનલાઈન અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તેમણે કહ્યું, “લોકોએ સેવા કેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટરો અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા અરજી કરી હતી. જિલ્લા વહીવટીતંત્રે લાયક પરિવારોને ઓળખવા માટે ઘરે ઘરે જઈને ચકાસણી હાથ ધરી હતી.”
તેમણે કહ્યું કે સરકારે સૌથી વધુ જરૂરિયાતમંદ પરિવારોને ઓળખવા માટે ડિજિટલ ડેટા અને વાજબી સ્કોરિંગ માપદંડનો ઉપયોગ કર્યો છે. આ સમગ્ર અભિયાન “નો રોકડ, નો ભલામણ” ના સિદ્ધાંત પર ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું, “અમે ખાતરી કરી છે કે ફક્ત સાચા અને જરૂરિયાતમંદ પરિવારોની પસંદગી કરવામાં આવે, જેથી લાભો ખરેખર લાયક લોકો સુધી પહોંચે.
મુખ્યમંત્રી માનએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ , ૨૦૧૩ હેઠળ, પંજાબમાં હાલમાં ૩૯.૭૩ લાખ પરિવારોમાંથી ૧.૩૬ કરોડ લાભાર્થીઓ છે. નવા રેશનકાર્ડ ધારકો માટે વધારાના લાભોની જાહેરાત કરતા તેમણે કહ્યું કે બધા નવા રેશનકાર્ડ લાભાર્થીઓને એક ખાસ “મેરી રસોઈ” કીટ મળશે. આ કીટમાં ૨ કિલો દાળ, ૨ કિલો ખાંડ, ૧ કિલો મીઠું, ૨૦૦ ગ્રામ હળદર પાવડર અને ૧ લિટર સરસવનું તેલ શામેલ હશે. વધુમાં, તેમને રાષ્ટÙીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ મફત ઘઉં મળતા રહેશે.