રાજસ્થાનના જયપુરના ભટ્ટા બસ્તી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરની અંદરથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સમાચાર મળ્યા બાદ, પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્રણેય મૃતદેહોનો કબજા લીધો અને એફએસએલને બોલાવી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીમને ઘટનાસ્થળે એક સુસાઈડ નોટ પણ મળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ભટ્ટા બસ્તી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર નજીક એક બંધ ઘરમાં એક મહિલા, તેની પુત્રી અને તેના પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના વિદ્યાધર નગર રોડ પર, કાનવટિયા હોસ્પિટલની સામે,એચડીએફસી બેંક પાસે બની હતી.
પોલીસ અધિકારી દિલીપે જણાવ્યું હતું કે આજે (શુક્રવારે) સવારે લગભગ ૮ઃ૩૦ વાગ્યે, રામનગર વિસ્તારમાં એક ઘરની અંદર ત્રણ લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. ત્યારબાદ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય લોકો મૃત હાલતમાં પડેલા જાવા મળ્યા. ત્રણેય અલગ અલગ રૂમમાં હતા. પોલીસ અધિકારીએ પણ પુષ્ટિ કરી હતી કે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે.અધિકારી દિલીપે જણાવ્યું હતું કે સુસાઈડ નોટ દર્શાવે છે કે પરિવાર આર્થિક રીતે પરેશાન હતો. એવી શંકા છે કે દીકરાએ પહેલા માતા અને પુત્રીની હત્યા કરી હશે અને પછી આત્મહત્યા કરી હશે. તેમણે જણાવ્યું હતું કે ત્રણેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.એફએસએલ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સુસાઈડ નોટ કોઈ કાગળ પર નહોતી, પરંતુ મોબાઈલ ફોન પર મળી આવી હતી. તે જપ્ત કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલ તપાસ રિપોર્ટ પછી પરિÂસ્થતિ સ્પષ્ટ થશે. આગળની કાર્યવાહી થતાં માહિતી શેર કરવામાં આવશે.
ઘટનાની માહિતી મળતાં,ડીસીપી ઉત્તર કરણ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘરનો દરવાજા ખોલ્યો ત્યારે, આશરે ૩૫ વર્ષનો એક યુવાન ફાંસીથી લટકતો મળી આવ્યો. અન્ય બે રૂમમાં મહિલાઓના મૃતદેહ પડ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે યુવાનના મોબાઈલ ફોન પર એક સુસાઈડ નોટ મળી આવી છે.એફએસએલ ટીમે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી અને મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા. આ કેસની દરેક ખૂણાથી તપાસ કરવામાં આવશે. અગાઉ, જેસલમેરમાં એક કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી.