અમરેલી ખાતે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આટ્‌ર્સ કોલેજના BCA વિભાગમાં તા. ૯ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના સ્ટાફ, કોઓર્ડિનેટર તેમજ BCA વિભાગના HOD પી.વી. ઠુંમર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી સહિતના આગેવાનોએ કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.