રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આપવામાં આવતા એકલવ્ય, સરદાર પટેલ તથા જયદીપસિંહજી સિનિયર-જુનિયર એવોર્ડ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ દરમિયાન સિદ્ધિ મેળવનાર પાત્ર ખેલાડીઓ તા. ૧૧ સપ્ટેમ્બરથી તા. ૧૫ ઓક્ટોબર સુધી સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. અમરેલી જિલ્લાના ખેલાડીઓને વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિતલ રોડ, અમરેલી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. ઓનલાઇન અરજીમાં તકલીફ પડે તો કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે.








































