ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી વોરા કોટડા રોડ વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું. ડીવાયએસપી કે.જી. ઝાલાના નેતૃત્વમાં ૬૦ થી વધુ પોલીસ કર્મચારીઓએ સરકારી આવાસ ક્વાર્ટર્સ તથા આસપાસના વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. એલસીબી, એસઓજી, ગોંડલ એ-બી ડિવિઝન, ગોંડલ તાલુકા અને કોટડા સાંગાણી પોલીસની ટીમો જોડાઈ હતી. કામગીરી દરમિયાન ડ્રોન અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. તપાસમાં પ્રોહિબિશનના ત્રણ કેસ નોંધાયા.










































