શહેરના નિલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાતા લોકમેળામાં રોજગારી માટે આવતા નાના અને ગરીબ વેપારીઓ માટે બાબરા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ભાદરવી અમાસના પાવન દિવસે સેવાકાર્ય કરાયું હતું. સમાજના કાર્યકરોએ મેળામાં વેપાર માટે બેઠેલા આશરે ૫૦૦ વેપારીઓ સુધી પહોંચી પૂરી-બટેટાનું શાક અને પુલાવ ભાતનું ભોજન પીરસ્યું હતું. આ સેવાકાર્ય પ્રમુખ પ્રતાપભાઈ દેવમુરારીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. જેમાં ખજાનચી રસિકભાઈ અગ્રાવત, યુવાપાંખના પ્રમુખ કનુભાઈ દેવમુરારી, ઉપપ્રમુખ કિશનભાઈ વિષ્ણુ, પ્રવિણભાઈ કુબાવત સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કૃષ્ણનગર સોસાયટી દ્વારા પણ છેલ્લા છ વર્ષથી મેળાની આગલી રાત્રે નાના વેપારીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.