જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક આતંકવાદી પ્રવૃત્તિના અહેવાલોને ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યા હોવાનો ઇનકાર કર્યો છે. સેનાએ સ્પષ્ટતા કરી છે કે આ માહિતી ફેલાવતું એકાઉન્ટ પાકિસ્તાનથી સંચાલિત પ્રચાર એકાઉન્ટ છે. તેણે લોકોને ચેતવણી પણ આપી હતી કે તેઓ અપ્રમાણિત દાવાઓ પર વિશ્વાસ ન કરે અથવા આગળ ન મોકલે.
હકીકતમાં, સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાવવામાં આવ્યા હતા કે નિયંત્રણ રેખા નજીક આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય સેનાએ ઉત્તર કાશ્મીરના કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં મુખ્ય લશ્કરી થાણાઓ નજીક રહેતા રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવા કહ્યું હતું. જાકે, ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી હકીકત તપાસમાં આ દાવા ખોટા હોવાનું જાણવા મળ્યું.
સેનાએ એલઓસી નજીક આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો થવાના દાવાઓને ફગાવી દીધા છે. વધુમાં, ઉત્તર કાશ્મીરના કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં મુખ્ય લશ્કરી ઠેકાણાઓ નજીકના ઘરો ખાલી કરવાના આદેશોને નકારી કાઢવામાં આવ્યા છે.
ભારતીય સેનાના સત્તાવાર ફેક્ટ-ચેકિંગ એકાઉન્ટમાંથી ‘એકસ’ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “‘કાશ્મીર ઇન્ટેલ’ નામનું એકાઉન્ટ નિયંત્રણ રેખા નજીક આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો થયો હોવાનો દાવો કરીને ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. આ દાવાઓને એવા અહેવાલો સાથે જોડવામાં આવી રહ્યા છે કે ભારતીય સેનાએ ઉત્તર કાશ્મીરના કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં મુખ્ય લશ્કરી ઠેકાણાઓ નજીક રહેતા રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવા કહ્યું છે.”
સેનાએ જણાવ્યું હતું કે એલઓસી પર આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો અને ‘અસામાન્ય ભારતીય લશ્કરી તૈનાતી’ના દાવા સંપૂર્ણપણે ખોટા છે. પાકિસ્તાનથી કાર્યરત ‘કાશ્મીર ઇન્ટેલ’ નામનું એક પ્રચાર એકાઉન્ટ આ ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. ભારતીય સેનાએ લોકોને આવા અહેવાલો શેર કરતા અથવા ફેલાવતા પહેલા માહિતી ચકાસવા વિનંતી કરી છે.