કોડીનારની ભ.ભા. વિદ્યાલયમાં ૮ સપ્ટેમ્બરે શિક્ષકદિનની ઉજવણી ધામધૂમથી થઈ હતી. આ પ્રસંગે આચાર્ય ડી.જી. રાઠોડ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. ધોરણ ૯ થી ૧૨ ના ૧૬૮ વિદ્યાર્થીઓએ શિક્ષક બની વર્ગખંડનું સંચાલન કર્યું હતું. શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ભાસ્કરભાઈ પરમાર અને અન્ય શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જયેશભાઈ સોલંકી અને તેમની ટીમે સમગ્ર આયોજન કર્યું હતું.










































