ચોમાસાની વિદાયની ઘડીઓ નજીક આવી રહી છે, પરંતુ સૌરાષ્ટÙના અનેક વિસ્તારોમાં વરસાદે જાણે મોં ફેરવી લીધું હોય તેવી Âસ્થતિ છે. છેલ્લા બે મહિનાથી નોંધપાત્ર વરસાદ ન વરસતા ડેમોમાં પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૪૫ ડેમોમાં માત્ર ૨ થી ૨૦ ટકા જેટલું પાણી બચ્યું છે, જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના અનેક ડેમો ખાલીખમ થઈ ચૂક્્યા છે. જા આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો આગામી ઉનાળામાં ગંભીર જળસંકટ સર્જાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સૌરાષ્ટÙ માટે પાણીનો પ્રશ્ન ફરી એકવાર ચિંતાનું કારણ બન્યો છે. ચોમાસાની સિઝન હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે, પરંતુ વરસાદના અભાવે ડેમોમાં પાણીનો જથ્થો સતત ઘટતો જઈ રહ્યો છે. હાલની Âસ્થતિ એવી છે કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
સિંચાઈ વિભાગના આંકડાઓ મુજબ સૌરાષ્ટ્રના ૮૫ ડેમોમાંથી ૪૫ ડેમોમાં માત્ર ૨ થી ૨૦ ટકા જેટલું પાણી જ બચ્યું છે. કેટલાક ડેમો તો સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે, જ્યારે અનેક ડેમો તળિયાઝાટક થવાની કગારે પહોંચી ગયા છે. આ સ્થિતિ માત્ર પીવાના પાણી માટે જ નહીં, પરંતુ કૃષિ અને પશુપાલન માટે પણ પડકારરૂપ બની શકે છે. રાજકોટ જિલ્લાના ડેમોની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. જિલ્લામાં આવેલા ૨૭ ડેમોમાંથી ૧૧ ડેમોમાં માત્ર ૧.૭૯ ટકાથી ૨૦ ટકા સુધીનો જળસંગ્રહ બચ્યો છે. ભાદર, ડોંકી, ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, છાપરવાડી-૧, છાપરવાડી-૨, ઈશ્વરીયા, કરમાળ અને કર્ણુકી જેવા ડેમોમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. જા વરસાદ નહીં થાય તો આ ડેમો પણ ટૂંક સમયમાં લગભગ ખાલી થઈ શકે છે.
રાજકોટ શહેર માટે હાલ સૌથી મોટો આધાર સૌની યોજના બની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરને નર્મદાના પાણીનો સહારો મળ્યો છે. તાજેતરમાં આજી-૧ ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું અને હવે ન્યારી-૧ ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ન્યારી-૧ ડેમમાં પાણી ઠાલવવાની કામગીરી ચાલી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જા સૌની યોજના ન હોત તો રાજકોટ શહેર માટે પાણીની સ્થિતિ વધુ મુશ્કેલ બની શકતી હતી. સૌરાષ્ટÙમાં સૌથી વધુ ચિંતાજનક Âસ્થતિ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાવા મળી રહી છે. જામનગર જિલ્લાના ૨૧ ડેમોમાંથી ૨૦ ડેમોમાં માત્ર ૦.૦૪ ટકાથી ૧૪ ટકા જેટલું પાણી બચ્યું છે. ફુલઝર-૨ અને રૂપાવટી ડેમ સંપૂર્ણપણે સૂકા થઈ ચુક્યા છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ માત્ર ૮.૩૫ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
દેવભૂમિ દ્વારકાની સ્થિતિ તો વધુ ગંભીર કહી શકાય. જિલ્લાના તમામ ૧૨ ડેમોમાં સરેરાશ માત્ર ૦.૭૫ ટકા જળસંગ્રહ બચ્યો છે. બે ડેમ સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે, જ્યારે બાકીના ડેમોમાં પણ પાણીનો જથ્થો નામમાત્ર રહ્યો છે. આ આંકડાઓ આગામી મહિનાઓ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. મોરબી જિલ્લાના ડેમી-૧ અને ડેમી-૩ ડેમમાં પણ પાણીનો જથ્થો ખૂબ ઓછો રહ્યો છે. સુરેન્દ્રનગરના ધારી ડેમમાં પણ પાણીનું સ્તર નીચું આવ્યું છે, જ્યારે પોરબંદરનો સોરઠી ડેમ સંપૂર્ણ ખાલી થઈ ગયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકસરખી સ્થિતિ જાવા મળી રહી છે, જ્યાં વરસાદની અછત હવે પાણીના સંકટમાં ફેરવાઈ રહી છે. હાલ તો સૌની નજર આકાશ તરફ છે. જા આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ નહીં થાય તો પીવાના પાણીની સાથે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે પણ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સૌરાષ્ટÙ માટે હવે વરસાદ માત્ર જરૂરિયાત નહીં પરંતુ અનિવાર્યતા બની ગયો છે.










































