બાબરા તાલુકાના પિરખીજડિયા ગામ ખાતેના વાડી વિસ્તારમાં રવજીભાઈ દેસાઈની વાડીમાં મજૂરી કરતા પરપ્રાંતીય
વ્યક્તિ કુવામાં પડી જવાની ઘટના બનાવની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. ઈનચાર્જ ફાયર ઓફિસર હિંમતભાઈ બાંભણિયાની આગેવાનીમાં અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમે તુરંત ઘટના સ્થળ પર પહોંચી રાત્રીના સમયે પોતાની સૂઝબુજ તથા પોતાના જીવના જોખમે ૩૦ મિનિટની મહેનત બાદ પરપ્રાંતીય ભીખાભાઈ સોલંકી (ઉમરઃ ૪૩ વર્ષ અંદાજે, રહેવાસી: મધ્યપ્રદેશગામ- વેધપુરી, બડવાની)ને બહાર કાઢેલ અને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને સોંપેલ.









































