સુરતમાં ડાયમંડ કંપનીમાં નોકરી કરતો અને સાતમ-આઠમની રજાઓમાં વતન આવેલો હરીપર ગામનો ૩૬ વર્ષીય યુવાન ધર્મેશ નરસિંહભાઈ મકાણી અકસ્માતે નદીમાં ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, ધર્મેશ પોતાના મિત્ર સાથે લીલીયા ખાતે એક પ્રસંગ માટે ભજીયાના મરચાં લેવા નીકળ્યો હતો. તે દરમિયાન અંટાળિયાથી સાજણણ ટીંબા ગામ વચ્ચે આવેલી ગાગડિયા નદીમાં તે નાહવા પડ્યો હતો. નદીના કાદવ-કાંપમાં પગ ખૂંપી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનું ડૂબી જવાથી સ્થળ પર જ નીપજ્યું હતું.મૃતક સુરતની શ્રી રામકૃષ્ણ ડાયમંડ કંપનીમાં કામ કરતો હતો. આ બનાવ અંગે લીલીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.











































