ધારી ઘટકમાં “પોષણ ઉત્સવ–૨૦૨૬” અંતર્ગત ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી હરીફાઈનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ પૌષ્ટિક આહાર, મિલેટ્સ તથા આંગણવાડી કેન્દ્રોમાંથી મળતા THRના પોષણમૂલ્ય અંગે જનજાગૃતિ લાવવાનો હતો. હરીફાઈમાં ધારીની કુલ ૬ સેજાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક સેજા દ્વારા ૬ વાનગીઓ રજૂ કરવામાં આવતા કુલ ૩૬ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૧૮ વાનગીઓ THRમાંથી અને ૧૮ વાનગીઓ મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવી હતી. નિર્ણાયક મંડળ દ્વારા પોષણમૂલ્ય, ગુણવત્તા, સ્વચ્છતા, સ્વાદ, રજૂઆત અને નવીનતાના આધારે વાનગીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ, ડાભાળી ગામના સરપંચ, CDPO સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓ હવે જિલ્લા કક્ષાની હરીફાઈમાં ભાગ લેશે.







































