સાવરકુંડલા શહેરના પવિત્ર ધામ કબીર ટેકરી આશ્રમ ખાતે પૂજ્ય સદગુરુ તપસ્વી રામપ્રતાપ સાહેબની ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગણેશ વંદના સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. નાની બાલિકાના કથ્થક નૃત્યે સૌનું મન મોહી લીધું હતું. આ પ્રસંગે ‘માનવતાની મહેક’ પુસ્તકનું વિમોચન તથા નવ સર્જકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. સાધુ-સંતોના આશીર્વાદ સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.