દામજીએ તેનું માથું માત્ર ધુણાવ્યું. એટલે જ્યોતિ ધીમેથી આ કલાસરૂમમાંથી બહાર નીકળી. હજી બધા કલાસરૂમમાં અભ્યાસ ચાલુ હતો. ઓફિસ પાસે પહોંચી… ત્યાંથી પાંચ – સાત પગથિયા ઊતરીને શાળાના વિશાળ એવા મેદાનમાં તે ચાલવા લાગી.
આ મેદાનના સામેના છેડે થોડા થોડા અંતરે ઝાડ રોપ્યા હતા. જે આ શાળાની શોભામાં ખૂબ વધારો કરતા હતા. આ મેદાનમાં આવેલા વૃક્ષો નીચે થોડા થોડા અંતરે બેસવા માટેના સિમેન્ટના બાકડા પણ રાખવામાં આવ્યા હતા.
એક ઘટાટોપ વૃક્ષની છાંયામાં રહેલા બાકડા પર જ્યોતિ બેસી ગઇ. શાળા અને મેદાનમાં હારબંધ ઊભેલાં વૃક્ષો વાતાવરણને શિતળ અને ખુશનુમા બનાવતા હતા. બધા વૃક્ષો તરફ ઊંચી દ્રષ્ટિ કરીને જ્યોતિ તો જાતી જ રહી.
ત્યાં તો તેની નજર એક વૃક્ષની થોડી ઊંચી ડાળી પર સ્થિર થઇ એ ડાળી પર કબૂતરની જોડી બેઠી હતી. નર અને માદા બેઉં સાવ નજીક નજીક.., અરે અડકીને બેઠા હતા. બસ, ફક્ત બેઠા જ હતા અત્યારે તેઓ ઘૂઘવાટ કરતા ન હતા. જ્યોતિને આ દ્રશ્ય જાવું અત્યારે ખૂબ ખૂબ ગમ્યું. ક્યાંય સુધી તે આ કબુતરની જાડીને જાતી રહી.
આમ આવી રીતે આજનો દિવસ પસાર થયો. સાંજના પાંચ વાગતા દામજી સાથે ચાલીને તે ઘરે પહોંચી. ઘરે પહોંચતાની સાથે જ પ્રથમ તો જ્યોતિ બાથરૂમમાં ચાલી ગઇ. ફ્રેશ થઇ પહેરેલા કપડા કાઢી નવો સાદો ડ્રેસ પહેરી લીધો. આટલું કરવાથી તેને હવે શાંતિ થઇ. રોજના નિયમ પ્રમાણે સાંજના સાડા સાત વાગે બધાએ ભેગા બેસી વાતો કરતા કરતા ખાવાનું પુરૂં કર્યું. આઠ વાગતાની સાથે દામજી ચક્કર મારવા માટે ઘરની ડેલીમાંથી
બહાર નીકળ્યો એટલે હવે ઘરમાં તો બા અને જ્યોતિ જ હતા.
એમ જ બાએ જ્યોતિને પૂછયું: “ તને અહીં ફાવે તો છે ને….”
“હા બા…” વળી જ્યોતિએ આગળ કહ્યું: “ અહીં આ ઘરમાં ક્યાં કંઇ કમી છે…?”
“બેટા, આજે તારો ચહેરો જોઇ મારાથી એમ જ પુછાઇ ગયું…”
“કેમ…? મારો ચહેરો…જોવાથી”
“તું ઉદાસ કે ચિંતિત હો એમ તારા ચહેરા પર ચોખ્ખું દેખાઈ રહ્યું છે..! તારો ચહેરો તો ચાડી કરે જ છે.”
“એવું કંઇ નથી બા.., ઘર બહાર દૂર જઇએ એટલે ઘરની યાદ તો આવેને ?”
“એ વાત સાચી છે. એમ કહેને તને તારૂં ઘર યાદ આવ્યું છે. ઘર તો યાદ આવે જ ! ઘર એ ઘર, પછી ભલેને એ નાની એવી ઝૂંપડી કેમ ન હોય. સાચી શાંતિ તો આપણને આપણા ઘરમાં જ મળે છે.”
“બા, એક વાત કરૂં ?”
“દીકરી ઊઠીને મા…ને તું આવી વાત કરે છે ? ચાલ, મન મોકળું મૂકી તારે જે વાત કરવી હોય તે કર…”
“હું નોકરી કરવા શું કામ આવી છું, તમને ખબર છે?”
“શું કામ…?- તું જ કહે…
“આ નોકરી કરવા પાછળ મારો એક રાજ છે, મારૂં ધ્યેય છે. એ ધ્યેય હાંસલ કર્યા પછી હું શિક્ષક તરીકેની નોકરી છોડી દેવાની છું. મેં મારા જીવનના કોઇ અંગત એવા સ્વાર્થ માટે જ આ નોકરી સ્વીકારી છે. થોડી બે – પાંદડે થઇ જાઉં પછી આ નોકરીને બાય…બાય…! અત્યારે તો મારી મજબૂરી છે એટલે ઘર – બાર છોડી અહીં આવી છું. સારૂં થયું કે, આ અજાણ્યા ગામમાં મને તમારા જેવો સથવારો મળ્યો ને દામજી જેવો સંગાથ મળ્યો. જા તમારો ને દામજીનો સંગાથ ન મળત તો હું શું કરત…?
“બેટા, તારી આવી ઊંડી ઊંડી વાત મને ગળે ન ઊતરી, પરંતુ સૌનો ભગવાન હોય છે. કોઇ નહીં તો ઉપરવાળો આપણું ધ્યાન તો રાખતો જ હોય છે. તેની કૃપા વગર આપણે અધૂરા જ રહીએ છીએ. પરંતુ તારો રાજ, તારૂં અંગત ધ્યેય… એ વળી શું…?”
“બા મારા એ રાજ વિશે હું તમને અત્યારે નહીં પણ કયારેક વાત કરીશ. માનવીના જીવનમાં ઘણા ઘણા પ્રશ્નો હોય છે એ રીતે મારા જીવનમાં પણ એક ગંભીર પ્રશ્ન આવીને ઊભો છે. મારી આખી જિંદગી પસાર થઇ જાય તો પણ તેનો ઉકેલ આવશે કે નહીં તે હું જાણતી નથી. બસ, મારી આટલી ઊંમરમાં એક સળગતો કોયડો મારી સામે આવીને ઊભો છે. હું શું કરૂં ?”
“બધા સારા વાના થઇ રહેશે. તારી પડખે હું અને દામજી ઊભા છીએ. બસ, પછી તો પરમાત્મા પર અટલ વિશ્વાસ અને શ્રધ્ધા રાખવી ઘટે. મારો ઠાકરધણી તને વધારે દુઃખી નહીં જ કરે, એવી પ્રાર્થના હું પણ કરીશ. બસ…, તું નચિંત રહે..! ”
આમ તો અત્યારે જ્યોતિનું આવું આવું બોલવું બા ને ખૂબ જ અઘરૂં અઘરૂં લાગ્યું. તેઓ કંઇ સમજી શક્યા ન હતા. છતાં પણ આ દીકરીનો ધ્યેય પૂરો થાય તે માટે ઠાકરધણીને પ્રાર્થના કરવાનું વચન પણ તેણે આપી દીધું.
આમ આવી અવનવી વાત ચાલતી હતી ત્યારે જ દામજીએ ડેલીમાં પગ મૂક્યો. ધીમી ચાલે ચાલીને તે અંદર આવ્યો. આવીને….
જ્યારે ઘનઘોર ઘેરાયેલાં વાદળો નજરે ચડે ત્યારે ન સમજી શકાય તેવો એક અલગ પ્રકારનો માનવીમાં ઝબકારો પેદા થાય છે. પછી તે હૈયાને હચમચાવી મૂકે છે. પ્રેમીજનોને તો વરસાદી ફોરાં તેના દિલમાં રીતસર જલન પેદા કરે છે. એ જ પાણીના ઠંડા ટીપા જાણે સળગતા અંગારા બની જાય છે અને હૈયામાં આગ લગાડે છે. તો પણ વરસાદની આ રંગની ઋતુમાં હૈયું પણ સપ્તરંગે રંગાઇ જાય છે.
હા, આકાશમાં કાળાં વાદળો સંતાકૂકડીની રમત રમતા રમતા અચાનક વરસવા લાગે ત્યારે એ વખતે તેમાં ભીંજાવાની મજા કંઇક ઔર હોય છે. આવા વરસાદના ફોરામાં એટલું બધું આકર્ષણ હોય છે કે, પથ્થર દિલ માનવીના હૈયામાં પણ પ્રેમની સરવાણી ફૂટી નીકળે છે.
કોઇપણ સ્ત્ર તેની પોતાની જાતને જ્યારે માદાની નજર જુએ અથવા તો એવો વિચાર કરે કે હું માદા છું ત્યારે… તેના મગજમાં આવતા બધા વિચારો હંમેશાં અતિ નિમ્ન કક્ષાના જ હોય છે.
પ્રેમ શબ્દ આ જગતમાં ખૂબ જ વ્યાપક શબ્દ છે. આ શબ્દ જ એવો છે તેને બીજી કોઇ ભાષામાં પરિભાષિત કરવો લગભગ અશક્ય જ છે. આ શબ્દ જ પોતે સુંદર કલાત્મક અહેસાસ છે. આપણે જ્યારે કોઇના પ્રેમમાં પડીએ ત્યારે એક એવી લાગણી જન્મ લે છે કે, ત્યારે સામેની વ્યક્તિ ખૂબ જ સારી લાગવા માંડે છે. જા સામેની વ્યક્તિ આપણને પ્રેમ કરે તો તેને પણ આવી જ લાગણી જન્મે છે. હા, જિંદગીમાં આવા પહેલા પ્રેમ વિશે કહેવાયું છે કે, પ્રથમવાર થયેલો પ્રેમ મૃત્યુ સુધી સતત યાદ રહે છે, ભુલાતો જ નથી. (ક્રમશઃ)