દીકરાનું ૧૨માનું પરિણામ આવ્યું. પપ્પા બોલ્યા વાહ બેટા સરસ. રસોડામાં દીકરાના પરિણામની રાહમાં લાપસી બનાવતી તેની પત્નીને સાદ પાડ્‌યો, ” એ સાંભળે છે? , આપણો દીકરો ૧૨મા ધોરણમાં ૯૦% સાથે પાસ થયો છે…” તેની પત્ની દોડતી-દોડતી આવી બોલી બતાવો મને પરિણામ! દીકરો બોલ્યો એ English  માં છે, મમ્મી તું અભણ છે ને, તું રેવા દે, તને નઈ ખબર પડે..
માઁની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શકી. ત્યારે તેના પપ્પા બોલ્યા; ” બેટા અમારા લગ્નના ત્રણ જ મહિનામાં તારી માને ગર્ભ રહ્યો હતો, મેં કહ્યું ચાલ abrotion કરાવી લઈએ, હજુ તો જિંદગીમાં કંઈ ફર્યા જ નથી આપણે, તેણે ત્યારે મારી વાતનો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે.
” તારી માઁને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે ૯ મહિના દૂધ પીધું, કારણ કે તે અભણ છે. તને સવારે ૭ વાગ્યે શાળાએ મોકલવા એ પોતે ૫ વાગ્યામાં જાગીને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી, કારણ કે તે અભણ છે…
તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જમાં મૂકી, હળવેકથી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે અભણ છે. આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ છે…
તું નાનો હતો ને ત્યારે રાત્રે બહુ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામમાં વળગી જાય, કારણ કે તે અભણ છે.
તને સારા કપડાં પહેરાવવા તે પોતે સસ્તી સાડીમાં ચલાવી લેતી, કારણ કે તે અભણ છે. બેટા ભણેલાઓને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી માઁએ આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ નથી જોયો, તે આપણું જમવાનું બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી તેથી હું ગર્વથી કહું છું કે મારી જીવનસંગીની અભણ છે. દીકરો આટલું સાંભળી રડી પડ્‌યો અને બોલ્યોઃ ” માઁ ” હું તો માત્ર કાગળ પર જ ૯૦% લાવ્યો છું, પણ મારા જીવનને ૧૦૦% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે. જે શિક્ષકનો વિદ્યાર્થી ૯૦% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો…
માઁ આજે ૯૦% સાથે પણ હું અભણ છું, અને તારી પાસે આજે ph.d થી પણ ઉંચી ડિગ્રી છે. કારણ કે આજે મેં અભણ માઁના સ્વરૂપમાં ડોક્ટર, શિક્ષક, સારી સલાહકાર (વકીલ), મારા કપડાંને સિવતી ડિઝાઈનર અને બેસ્ટ કૂક વગેરેના દર્શન કર્યા છે. મિત્રો પ્રથમ ઈશ્વર માતા-પિતાના ચરણોમાં વંદન કરીએ અને આજે જ પ્રતિજ્ઞા લઈએ કે આપણા માતા-પિતાની ખુબ સેવા કરીશું અને અન્યને
વૃધ્ધાઆશ્રમમાં જતા રોકી તેમની કિંમત સમજાવીશુ. આ ભણેલા દીકરાઓની તમામ અભણ માતાઓને વંદન. .. વંદેમાતરમ