સાવરકુંડલા નગરપાલિકાના વહીવટ સામે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નાવલી નદી ગંદકી અને કચરાથી ભરાયેલી હોવા ઉપરાંત શહેરમાં નિયમિત સફાઈ અને સમયસર કચરા વહનની કામગીરી અંગે ફરિયાદો ઉઠી છે. મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ અને અન્ય પગલાં તેમજ રખડતા પશુઓના ત્રાસ સામે અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નાગરિકોએ નાવલી નદીની તાત્કાલિક સફાઈ કરી સ્વચ્છતા વ્યવસ્થા સુદ્રઢ બનાવવા નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે.






































