સાવરકુંડલાની શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકિયા આર્ટસ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એસ.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે ફ્‌લેશ કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ છૈંની મદદથી અભ્યાસના વિવિધ વિષયો પર ફ્‌લેશ કાર્ડ તૈયાર કર્યા હતા. સ્પર્ધામાં ભાઈઓના ૧૧ અને બહેનોના ૧૫ ગ્રુપે ભાગ લીધો હતો. બહેનોમાં ડાભી વૃંદા, નિમાવત જાનવી અને ચૌહાણ પ્રતીક્ષાનું ગ્રુપ પ્રથમ, જ્યારે પેથાણી ધ્રુવીશા, લાલુ પાયલ અને ગોસાઈ સેજલનું ગ્રુપ દ્વિતીય રહ્યું હતું. ભાઈઓમાં જોષી કૃણાલ, મકવાણા રજની અને દેવગણિયા ધાર્મિકનું ગ્રુપ વિજેતા બન્યું હતું. પ્રિન્સિપાલ ડા. એસ.સી. રવિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડા. પુષ્પાબેન રાણીપા અને પ્રો. રીંકુબેન ચૌધરીએ સેવા આપી હતી. સંકલન ડા. એચ.આર. દેસરાણીએ કર્યું હતું.