પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને ત્યારબાદ પાર્ટીમાં બળવાખોરી બાદ મૌન રહેલા ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ બળવાખોરો પર એક મોટું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે કહ્યું હતું કે નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયામાં જોડાયેલા ૨૦ બળવાખોર તૃણમૂલ કોંગ્રેસના સાંસદોને સત્તાવાર રીતે ગેરલાયક ઠેરવવામાં આવે તે માત્ર સમયની વાત છે. તેમનું આ નિવેદન લોકસભા સચિવાલય દ્વારા બળવાખોર સાંસદોને નોટિસ જારી કર્યાના થોડા દિવસો બાદ આવ્યું છે, જેમાં ટીએમસી નેતા અભિષેક બેનર્જીની પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમને ગેરલાયક ઠેરવવાની અરજીનો સાત દિવસનો જવાબ માંગવામાં આવ્યો હતો.
ટીએમસીની વિદ્યાર્થી પાંખ તૃણમૂલ છાત્ર પરિષદ (ટીએમસીપી) ના સ્થાપના દિવસે કોલકાતામાં એક રેલીને સંબોધતા, ભૂતપૂર્વ સીએમ મમતા બેનર્જીએ કહ્યું, “અમને સંકેત પહેલાથી જ મળી ગયો છે. હવે તે ફક્ત સમયની વાત છે. આ દરમિયાન, તમારે (બળવાખોર સાંસદો) થોડા દિવસો માટે દૂધ, ભાત અને માછલી ખાવી જાઈએ.” મમતાની પાર્ટીએ, બળવાખોર ટીએમસી જૂથ સાથે, ટીએમસીપીના સ્થાપના દિવસે માયો રોડ પર રેલી યોજવા માટે અરજી કરી હતી. કોલકાતા હાઈકોર્ટે મમતા જૂથને કેથેડ્રલ રોડ પર રેલી યોજવાનો અને બળવાખોર જૂથને રાણી રાશ્મોની રોડ પર રેલી યોજવાનો નિર્દેશ આપ્યો હતો.
૨૦ બળવાખોર ટીએમસી સાંસદોમાં સુદીપ બંદોપાધ્યાય, કાકોલી ઘોષ દસ્તીદાર, શતાબ્દી રોય, સયોની ઘોષ અને યુસુફ પઠાણ જેવા અગ્રણી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ સાંસદોએ જૂન ૨૦૨૬ માં મમતા બેનર્જીની પાર્ટી સામે બળવો કર્યો હતો, નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયામાં ભળી ગયા હતા અને એનડીએને ટેકો આપ્યો હતો ટીએમસી મહાસચિવ અભિષેક બેનર્જીએ જાહેર કર્યું છે કે બળવાખોરોને પાછા લેવામાં આવશે નહીં, તેમને “દેશદ્રોહી” ગણાવ્યા છે.
બળવાખોર જૂથમાં ૨૦ સાંસદોઃ સુદીપ બંદોપાધ્યાય,કાકોલી ઘોષ દસ્તીદાર,શતાબ્દી રોય,સાયોની ઘોષ,યુસુફ પઠાણ,પ્રસુન બેનર્જી,રચના બેનર્જી,જગદીશ ચંદ્ર વર્મા બાસુનિયા,પાર્થ ભૌમિક,અરૂપ ચક્રવર્તી,દીપક અધિકારી (દેવ),બાપી હવાલદાર,મોહમ્મદ તાહિર ખાન,કાલીપદા સોરેન (ખેરવાલ),અસિત કુમાર માલ,જૂન લિયા,મિતાલી બાગ,ખલીલુર રહેમાન,માલા રાય,શર્મિલા સરકાર છે અભિષેક બેનર્જીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ૨૦ અરજીઓ સુપરત કરી હતી જેમાં ૨૦ સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી. ટીએમસીમાં વિભાજન પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) ના છ સાંસદો શિંદેમાં જાડાયા હતા. સ્પીકરે તેમના વિલીનીકરણને મંજૂરી આપી દીધી છે, પરંતુ ટીએમસી સાંસદો હજુ સુધી એનસીપીમાં ભળી ગયા નથી. આનાથી તમામ બળવાખોર સાંસદોમાં તણાવ વધ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ અભિષેક બેનર્જીની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. ટીએમસી નેતા અને સાંસદ બાબુલ સુપ્રિયોએ પણ બળવાખોર મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી. સુપ્રિયોએ કહ્યું કે જેઓ હાલમાં અન્યત્ર ભટકતા હતા તેઓએ યાદ રાખવું જાઈએ કે તેમણે આ લોકોના બળ પર પોતાનું સ્થાન મેળવ્યું છે. જા તેમને કોઈ ફરિયાદ હોત, તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જાઈતું હતું, આ લોકોથી દૂર રહેવું જોઈતું હતું અને બીજી બેઠક પરથી ચૂંટણી લડવી જાઈતી હતી.









































