અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ અને પર્યાવરણને અનુકૂળ માહોલમાં ઉજવાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ સમગ્ર જિલ્લામાં નિયંત્રક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે મુજબ બેઠક સહિત માટીની ગણેશ મૂર્તિ વધુમાં વધુ ૯ ફૂટ અને પી.ઓ.પી.ની મૂર્તિ વધુમાં વધુ ૫ ફૂટની જ બનાવી, વેચાણ કે સ્થાપિત કરી શકાશે. ઝેરી કેમિકલયુક્ત રંગોના ઉપયોગ અને મંજૂરી વગરના સ્થળે વિસર્જન પર પ્રતિબંધ રહેશે. ગણેશ પંડાલોમાં સીસીટીવી કેમેરા તથા અગ્નિશામક સાધનો ફરજિયાત રહેશે. મૂર્તિઓ આસપાસ ગંદકી કરવા તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા પર પણ પ્રતિબંધ રહેશે.









































