બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિ.ની બગસરા શાખાના લોકરમાં મૂકવા આવેલા સભાસદ આશરે રૂ.૧૦ લાખના સોનાના દાગીના ગ્રાહક લોકરની બહાર જ ભૂલી ગયા હતા.મંડળીના સભાસદ મહેન્દ્રભાઈ સુંદરજીભાઈ જીવાણી પોતાના અંગત દસ્તાવેજો મૂકવા આવ્યા હતા. અગાઉ લોકર ખોલ્યું ત્યારે દાગીના લોકરની બહાર રહી ગયા હતા. લોકર ઓપરેટર વસીમ હાલા અને રવિ વ્યાસના ધ્યાનમાં આ દાગીના આવતા તેમણે શાખા મેનેજર હેમેન્દ્ર કટેસિયા, જનરલ એમ.ડી. નિતેશ ડોડીઆ અને સેક્રેટરી ડી.જી. મહેતાને જાણ કરી હતી. ત્યારબાદ ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆને જાણ કરી દાગીનાને શીલ પેક કરવામાં આવ્યા હતા. એક મહિના બાદ મહેન્દ્રભાઈએ ફરિયાદ કરતાં જરૂરી વિગતો મેળવી દાગીના પરત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓની પ્રમાણિકતા બદલ લોકર ઓપરેટરોને શુભેચ્છા પાઠવાઈ હતી.










































