ગોંડલ શહેરના કૈલાશબાગ સોસાયટી સ્થિત રહેણાંક મકાનમાંથી લલચામણી ઇનામી યોજનાની ટિકિટો છપાવી ગેરકાયદેસર રીતે ઇનામી ડ્રો ચલાવનાર શખ્સને એલસીબી રાજકોટ ગ્રામ્યની ટીમે ઝડપી પાડ્‌યો છે.
રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે કૈલાશબાગ સોસાયટીમાં રહેતા રોહીતભાઈ પોપટભાઈ સોજીત્રાના મકાનમાંથી ‘કૃષ્ણા ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ’ નામની ગેરકાયદેસર ટિકિટો અને ડ્રો ચલાવવાનું રેકેટ પકડી પાડ્‌યું હતું.
દરોડા દરમિયાન પોલીસે ઇનામી ડ્રોની ૭૩ ટિકિટ બુક, હિસાબનો ચોપડો અને ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી રૂ. ૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.