બાબરા પંથકમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પૈસાની લેતી-દેતીના કારણે લગ્નમાં મોડું થતાં એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી.આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પૈસાની લેવડદેવડ બાકી હોવાથી યુવતીના લગ્નમાં મોડું થતું હતું. આ બાબતનું મનોમન લાગી આવતાં તેણે પોતાની મેળે કોઇ ઝેરી દવા પી લીધી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી. એન. જાની આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.