અમરેલી ન્ઝ્રમ્ ટીમે રાજુલાના કડીયાળી ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પાડોશી આરોપીને ઝડપી લીધો છે. બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે શંકાસ્પદ સંજય ઉર્ફે સુનીલ ધનજી ખસિયાને તાંબા, પિત્તળ અને કાંસાના વાસણો સાથે ઝડપી લેવાયો હતો. પૂછપરછમાં તેણે નજીકમાં રહેતા દિનેશ કાના ધાખડાના મકાનમાં આશરે ૨૦ દિવસ અગાઉ રાત્રે એક વાગ્યાના અરસામાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીએ દિવાલ કૂદી મકાનમાં પ્રવેશ કરી રૂમના દરવાજાનું તાળું તોડી વાસણોની ચોરી કરી હતી. ન્ઝ્રમ્એ કુલ રૂ.૧૫,૨૪૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આથી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થયો છે. આરોપી સામે રાજુલા તથા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં અગાઉના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.







































